RSS

સર્જકસંવાદ શ્રેણી-૧૬

10 Nov

..૧૬..
નસીબદાર છે તું..
કોઈ પણ કાળે તને ભૂલી જવાની છે –એ વાત યાદ રાખવી પડે છે.
માનવ સ્વભાવનું આ વિચિત્ર લક્ષણ હશે કદાચ; કોઈ વાર યાદ રાખવા મહેનત કરવી પડે તો કોઈ વાર ભૂલી જવા માટે. તને તો ખબર જ હશે, બોલતા શીખ્યા પછી ચૂપ રહેતા શીખવું કેટલું મુશ્કેલ હોય છે.. ખરું કે નહિ ?
પગથિયાં ચઢીને ઉપર જતી વખતે માત્ર ગુરુત્વાકર્ષણ બળનો જ સામનો કરવાનો હોય છે, પરંતુ નીચે આવતી વખતે કેટલાયે બળોનો સામનો કરવો પડતો હોય છે. ખુલી આંખે દેખાતા દૃશ્યો આંખો બંધ કરવાથી વધુ સ્પષ્ટ થતા હોય છે ને ! શબ્દો અને સ્પર્શ કરતા પણ મૌનની ભાષા અદકેરી જ રહેવાની.
આયનામાં દેખાતા હાઈ ડેફિનેશન પ્રતિબિંબ કરતા પણ કૅનવાસ પર રચાયેલ પૅન્સિલ સ્કેચ લોકોને વધુ ગમતો હોય છે. તારી ગેરહાજરી એટલી કોઠે પડી ગઈ છે કે તારી હાજરી હવે કદાચ જીરવાય નહિ એમ પણ બને.
પૂનમના ચંદ્રની સાક્ષીએ તમે કોઈની સાથે સપ્તપદી જેવા સંકલ્પો કર્યા હોય એ ભૂલી શકો ? તો તમે નસીબદાર છો. કેમ કે ભૂલી જવાની આટલી અઘરી કળા હરકોઈને હસ્તગત હોતી નથી.
ઈર્ષ્યા થઈ આવે એટલી નસીબદાર છો તું, બાકી અહિ તો તને ભૂલી જવાની વાત પણ હમેશા યાદ રાખવી પડતી હોય છે. એટલે જ કહ્યું ને.. નસીબદાર..

Advertisements
 

Tags: ,

One response to “સર્જકસંવાદ શ્રેણી-૧૬

  1. riya

    March 9, 2017 at 2:09 pm

    excellent this post . i love માનવ સ્વભાવનું આ વિચિત્ર લક્ષણ હશે કદાચ; કોઈ વાર યાદ રાખવા મહેનત કરવી પડે તો કોઈ વાર ભૂલી જવા માટે. તને તો ખબર જ હશે, બોલતા શીખ્યા પછી ચૂપ રહેતા શીખવું કેટલું મુશ્કેલ હોય છhttps://play.google.com/store/apps/developer?id=Education+Point

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: